ઉત્કંઠા

Posted by vijay makwana on 06:51 PM, 21-Dec-12  •  Comments (0)

મને
મળવાની
એટલી ઉત્કંઠા
ના રાખ..
હું એવા જંગલમાં
વસવાટ કરું છું
જ્યાં તરુંઓ તો છે..
પણ
બધાં કાંટાળા..!
અને
માત્ર
હું જ જાણું છું
તારા
એ સ્વભાવને
મારાં એક સાદે
તારે ઊઘાડાં પગે
દોડી પડવાનું છે..!

ઈશ્વર

Posted by vijay makwana on 06:44 PM, 21-Dec-12  •  Comments (0)

આજે
ખરેખર એક વાત
મનમાં
ઊગી છે...
હમણાં એક મુર્ખ માણસ..
રાગડા તાણી તાણી બોલતો હતો..
આપણે બધાં તો..
ઈશ્વરના રમકડાં છીએ..
એ રમાડે એમ રમવાનું...!!
મને લાગે છે
એ.
બાળક
અથવા..તો..
પાગલ હોવો જોઈએ..!!
કોણ??
ઈશ્વર જ વળી..!!
એક પાગલ અને બાળક..
પાસે તમે તમારી જાતને રેઢી કેવી રીતે
મૂકી શકો??
એતો ક્યારે તમને તોડી-મરોડી નાખે
શો ભરોસો??
આપણે બધાને એક પુખ્તવયના
ઈશ્વરની જરૂર છે..
જે આપણી બધી સમસ્યાઓને
આસાનીથી સમજી શકે..
અને ઉકેલવામાં મદદ કરે..!!
પણ એ શક્ય છે ખરું??
ના ના ના..
આપણે તો..માત્ર
રમકડાં..રમકડાં..રમકડાં..!!

વિજય મકવાણા 'આદત'
સુરેન્દ્રનગર..

નવો રીવાજ

Posted by vijay makwana on 06:21 PM, 21-Dec-12  •  Comments (0)

તું
ઢળતા
પહોરમાં
આવીશ
તોય
તર્ક હશે
મારો..
ડૂબતા સૂર્યને
અલવિદા
કહેવાનો
આ નવો રિવાજ છે..!

સાબિતી

Posted by vijay makwana on 06:20 PM, 21-Dec-12  •  Comments (0)

તું 
લીલાંછમ્મ 
હોવાની 
સાબિતી ના માગ 
તારે હાથમાં 
કુહાડી લઇને 
ઘા કરવાની ત્રેવડ 
પેદા કરવી પડશે.. 
સાચું તો એ છે કે 
મેં તરસને 
પચાવી લેવાનો 
કિમીયો શોધી લીધો છે 
તું તૃષાતુર પર્ણો 
તરફ નજર ના કર
એક કામ કર 
એક ઘા કર 
મેં ભીનાશ સાચવી રાખી છે.. 
મૂળીયા વાટે 
ગટગટાવ્યો 
જે સમંદર એ 
અટવાયો છે ડાળીએ ડાળીએ..

તું સખી..

Posted by vijay makwana on 06:19 PM, 21-Dec-12  •  Comments (0)

તને
એકીટશે
અનિમેષ..
અવિચલ..ર્દગે
સદ્યસ્નાતા..
જોયાનું યાદ..
તું સદૈવ વલ્લરી શી
રતી સમ મુજને દીસતી
ને
હું કદંબ કંદર્પ બની..
અહોનિશ..આલિંગને ..
વિહવળ થઇ ચાંપતો..
હે..ષોડશી..તું. .
સદાકાળ
મારા મનોરાજ્યમાં
ચીરયૌવના થઇ..
ઉચ્ચાસને..
બિરાજતી..રહેતી. ..
તો શાને
તું યકાયક આવીને
તુજ..
ધવલકેશ બતાવ..???
હું ઢાળી દઈશ બંને નેત્રો..
કારણ..
મને..માત્ર..
પ્રથમ દર્શને..
તને
એકીટશે
અનિમેષ..
અવિચલ..ર્દગે
સદ્યસ્નાતા..
જોયાનું યાદ..

વિજય મકવાણા 'આદત'
સુરેન્દારાનગર.. .

રગદોળી નાખીશ..!!

Posted by vijay makwana on 06:16 PM, 21-Dec-12  •  Comments (0)

મારી આંખો 
સમક્ષ
અંધકારના ઓળા
ઊતરી આવે એ પહેલાં
મેં બુઝાવી દીધાછે..
સઘળાં દીપકો..
અને હવે વહાલી કરી કાળીચાદરો..
તમસ.થી..દૂર..
હું મઝા લુંટી રહ્યો છું..
મારાં ભીતરના પ્રકાશનો..
મને મારાથી 
વિખુટો પાડવાની
હવે કોશિશો ના કરીશ..
મને ખબર છે..
તારા દીપક માં..
દિવેલ જેવું કશુક ખૂટી રહ્યું..છે..
અને હવે હું 
એટલો સ્વાર્થી 
બની જવા માંગું છું..કે
મારાં હિસ્સાના..
પ્રકાશના કિરણને..
બાંધીને રાખીશ..મારી લક્ષ્મણરેખામાં..
ભૂલથીય..પ્રકાશ..
જો તારા આંકેલા
વિસ્તાર પર પડી જશે..
તો..
હું સહસ્ત્ર સુર્યોને..
મારી મુઠ્ઠીમાં રગદોળી નાખીશ..!!

વિજય મકવાણા 'આદત'
સુરેન્દ્રનગર

મારે હવે સ્વપ્નોથી ડરી

Posted by vijay makwana on 06:14 PM, 21-Dec-12  •  Comments (0)

મારે હવે 
સ્વપ્નોથી
ડરી ડરીને ચાલવાની
આદત કેળવવી પડશે..
કારણ કે..
હું નિરાંતે સુવાની..
જયારે જયારે 
પેરવી કરતો હોઉં છું..
ત્યારે ત્યારે...
મારાં તકિયા પર લીલુંછમ્મ
ઘાસ ઉગી નીકળે છે..
હું હરિયાળીની 
કલ્પના કરતો હોઉં છું..
ત્યાં જ..ખબર નહિ
એકાએક ક્યાંથી આવી ચડે છે..
કાળઝાળ તડકો..
અને બધે થઇ જાય છે સુક્કાંભઠ્ઠ તણખલાં..!!
આખી રાત એના ડંખોથી કંટાળીને..
વહેલી પરોઢે,,
હું ચાંપી દઉં છું દીવાસળી..
ને પછી પછી પછી...
બધું સળગી ઉઠે છે...
પણ એથીય છુટકારો ક્યાં????
દાતણ હાથમાં લઇ સવારે
દર્પણ જોઉં છું તો...
મોઢાં પર હોય છે..કાળી મેંશ..!!

વિજય મકવાણા 'આદત'
સુરેન્દ્રનગર..

तुझे प्यार करते करते -नाहिद अख्तर..

Posted by vijay makwana on 08:38 AM, 17-Nov-12  •  Comments (0)

tujhe-pyaar-karte-karte.mp3

લા પતા..

Posted by vijay makwana on 06:42 PM, 24-Oct-12  •  Comments (1)

મને
ખબર છે..
હું બાહર
ક્યાંય નથી..
એટલે
ફંફોસી રહ્યો છું..
મારાં
ઘરમાં મને..
અને ઘર કહે છે..
વણજોઈતા

સામાનમાંય
'તુ' નથી..
એટલે
મેં કહ્યું જો..
હું અહીં નથી તો..
ક્યાંય નથી..
હવે ઘર ચૂપ છે..!

વિજય મકવાણા 'આદત'

તું સુંદર છે...

Posted by vijay makwana on 06:25 PM, 24-Oct-12  •  Comments (0)

તું
સુંદર છે
એવું કહીને
ખોટી જીભને
શાને કસરત કરાવીએ?
તું હોય છે
તો વાતાવરણ
સુંદર હોય છે..!
અને આવા
વાતાવરણમાં..

માથું ખોળામાં રાખી બસ,,
આરામ કરવાનો હોય..!

વિજય મકવાણા'આદત'